STORYMIRROR

Mahendra R. Amin

Romance

4  

Mahendra R. Amin

Romance

પ્રણયનું એ ઉપવન

પ્રણયનું એ ઉપવન

1 min
319


કુદરતનું આ નિરાળું એવું સુંદરવન મને ગમે છે,

એના શોભતા ઉપવનનાં એ સુમન મને ગમે છે,


આફતાબને અવની અને ચાંદને ચાંદની ગમે છે,

તારા કાજળભર્યા નયનની નજાકત મને ગમે છે,


પુષ્પ સોડમની મસ્તીભરી લહેર સમીરને ગમે છે,

તારા ચહેરે મંદ મરકતા ગુલાબી હોઠ મને ગમે છે,


રીમઝીમ વરસતી વર્ષાની એ છાંટ સૃષ્ટિને ગમે છે,

તારા મદહોશ પગ પાયલનો છમકાર મને ગમે છે,


નભની નજાકત ભરી એ ચાંદની ચંદાને ગમે છે,

તારી પ્રીતનું અણમોલ હેત તારા પાલવને ગમે છે,

હેતથી ભર્યા તારા એ પાલવે બંધાવું મને ગમે છે,


'મૃદુ'ના સ્નેહની સરિતા પ્રણયના સાગરને ગમે છે

પ્રણયની પાળે સરતી એ પ્રેમની ગંગા મને ગમે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance