એક તું
એક તું


મારા શ્વાસમાં પણ એક રહે તું,
મારા વાસમાં પણ એક રહે તું,
તું જ મારી હમદમ અને તું જ છે મારી હમસફર,
મારી યાદોમાં પણ એક રહે તું,
મારા ખ્વાબોમાં પણ એક રહે તું,
તું જ મારી માનસી અને તું જ છે મારી મનસ્વિતા,
મારી શેહતમાં પણ એક રહે તું,
મારી ચાહતમાં પણ એક રહે તું,
તું જ મારી દિલાવર અને તું જ છે મારી દિલબર,
'મૃદુ' હદ શબ્દે પણ એક સરે તું,એક તું !
'મૃદુ' હર શમણે પણ એક રમે તું,
તું જ રહી મારી 'મૃદુ' અને તું જ છે મારી મૃદુતા.