Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra R. Amin

Others

4  

Mahendra R. Amin

Others

અનેરી છે આ આંખો ...!!

અનેરી છે આ આંખો ...!!

1 min
369


જીવનરથનું અણમોલ રતન છે આ આંખો,

વિશ્વાધારની દીધી અનેરી દેન છે આ આંખો,


વિશ્વાસના વમળોનો આધાર છે આ આંખો,

શ્રદ્ધા કેરી ભાવનાઓનો ભાર છે આ આંખો,


દ્વિધાઓના તરંગોનો સમંદર છે આ આંખો,

દિલની દિલાવરીનો ઇતિહાસ છે આ આંખો,


સ્નેહીજનોના સ્નેહની ગરિમા છે આ આંખો,

પ્રેમીજનોના પ્રીતની સરિતા છે આ આંખો,


દિલથી દિલની વાતો વદી લે છે આ આંખો,

શરબતી રાહે ગહરાઈ કળી લે છે આ આંખો,


'મૃદુ' ના શબ્દ વ્યંજને નજરાય છે આ આંખો,

પ્રિયદર્શન પ્યાસ દિલની બુઝાવે છે આ આંખો.


Rate this content
Log in