અનેરી છે આ આંખો.
જીવનરથનું અણમોલ રતન છે આ આંખો,
વિશ્વાધારની દીધી અનેરી દેન છે આ આંખો.
વિશ્વાસના વમળોનો આધાર છે આ આંખો,
શ્રદ્ધા કેરી ભાવનાઓનો ભાર છે આ આંખો.
દ્વિધાઓના તરંગોનો સમંદર છે આ આંખો,
દિલની દિલાવરીનો ઇતિહાસ છે આ આંખો.
સ્નેહીજનોના સ્નેહની ગરિમા છે આ આંખો,
પ્રેમીજનોના પ્રીતની સરિતા છે આ આંખો.
દિલથી દિલની વાતો વદી લે છે આ આંખો,
શરબતી રાહે ગહરાઈ કળી લે છે આ આંખો.
'મૃદુ' ના શબ્દ વ્યંજને નજરાય છે આ આંખો,
પ્રિયદર્શન પ્યાસ દિલની બુઝાવે છે આ આંખો.
**************************************
Mahendra Amin 'mrudu'
Bushnell, Florida (USA)
**************************************
04th October, 2023. Wednesday at 10:30