હળવાશ ૨૬
હળવાશ ૨૬
1 min
180
પળ બે પળની હળવાશ મળે,
સ્નેહ ભરી જો મીઠાશ મળે.
આદત તો છે એકલતાની,
હુંફાળી કો' ભીનાશ મળે.
મેં ક્યાં માંગી છે વનરાઈ,
બસ થોડી તો લીલાશ મળે.
ક્યાં દેખાયા સારા લોકો
જ્યાં દેખું ત્યાં બદમાશ મળે.
રાખી આશા મીઠી મધુરી,
તો પણ કાયમ કડવાશ મળે.
લખ ગઝલો તું "પલ" નામેથી,
જો થોડા પણ અવકાશ મળે.
બેસું થોડું ખુદની પાસે,
"પલ" ને થોડી નવરાશ મળે.
