જરૂર છે
જરૂર છે
ચાંદ ને આજે કહી દઉં વહેલો ઢળી જાય,
સૂરજની પહેલી કિરણની જરૂર છે મારે...
અંધકારને આજે કહી દઉં દૂર થઈ જાય,
સપનાઓને પૂરા કરવા ઉજાસની જરૂર છે મારે...
ખોટા નામ નો સાથ તો બધા આપે છે,
અંત સુધી સાથ આપનારની જરૂર છે મારે...
નફરત તો આખી દુનિયા કરે છે મને,
પ્રેમ ભરી વાત કરનાર પ્રેમીની જરૂર છે મારે...
એકલા અટૂલા છે આ "યાદો ના પલ",
એ "યાદો ના પલ" ને સજાવનારની જરૂર છે મારે...

