STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

દિલ દરવાજા

દિલ દરવાજા

1 min
119

દિલ દરવાજા ખુલ્લા રાખ્યા,

આવોને પ્રીતમ આજ. 

અંતર થકી આવકાર આપ્યા,

આવોને પ્રીતમ આજ.


ભવોભવની પ્રતિક્ષા મારી,

ટાળોને ભગવંત તમે હવે,

અણસાર આગમનના ભાસ્યા,

આવોને પ્રીતમ આજ.


નયન ગયાં થાકીને વાણી પણ,

તમને પોકારી પોકારી,

મુજ ઉરમાં અવિચળ વસ્યા,

આવોને પ્રીતમ આજ. 


બની બહાવરી તવ વિયોગે,

કૃપાળુ કૃષ્ણ અહર્નિશ, 

લોચન દરશન કાજ તરસ્યાં,

આવોને પ્રીતમ આજ.


ભૂલી ઘરબાર કુટુંબ,

ને કંથ સહિતનો સઘળો સંસાર, 

પ્રિયતમ પ્રીત નિભાવે રસિયા,

આવોને પ્રીતમ આજ. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance