પ્રણય
પ્રણય


આ બાવરી તમારી ચાહક બની,
હતું કંઈ એવું આપમાં સાહેબ,
લબ્જનું દિલ આપનું ચાહક બની ગયું છે,
આંખોની માસુમિયત,
મદહોશ અદાઓ અમને દિવાના કરી દીધાં,
પ્રિતિના રંગે રંગાણા,
અમે દેખતા દેખતા ચાહક બની ગયાં.
મન તન આપના નામે કરી,
આપની પાછળ પાછળ અમે,
હરખે હરખે ચાલતા,
તમારી એક હસી ખાતર,
અમે દુનિયાની નજરે પાગલ બનતાં,
અમે તમારા ચાહક બની ગયાં.
આપે નેણના ઈશારે,
દુનિયા દિવાની બની,
આ લબ્જ શું ચીજ છે,
તમે માનો ન માનો આ વાત,
અમે તમારા ચાહક બની ગયાં.
યાદોમાં આપની ખોવાઈ જાતા મજાથી,
આપનું નામ સુણતા અમે એકાંતે હસી જતાં,
અમે જોતજોતાં તમારા પાગલ ચાહક બની ગયાં.