રક્ષા સુત્ર
રક્ષા સુત્ર


હીરના તાંતણે એક સંબંધ
જોડ્યો છે...
આ પ્રેમનું બંધન ઈશ્વરે નક્કી
કર્યો છે,
સંબંધો મીઠાશભર્યા હોવા
માટે લોહીના હોવા જરૂરી
નથી,ઘણીવાર સંબંધોની
પરીક્ષા લાગણીભર્યા
સંબંધને જીતાડે...આપણો
નાતો તો કુદરતે જોડ્યો,
રક્ષાસુત્રે મજબૂત કર્યો,
પહેલે પહેલે પધારો ગણેશ
દેવા,બહેનના કામમાં
આવતા વિઘ્નો ટાળી
મંગલ મંગલ કરજો,કાર્તિકેય
ભ્રાતા તમારા જેવી શક્તિશાળી
બનાવજો,રક્ષાબંધનના દિવસે
હું તો હરખે આવી,મંદિરે
ગણેશજી હતા તો કાર્તિકેયજી
ન જોયા, ને દિલ વ્યાકુળ થયું,
ન હતું કંકુ ન ચોખા, મનની
ચોખ્ખાઈ સાથે હું આવી,
રક્ષાસુત્ર બાંધવા, તમને શું
આશ
િષ આપું ? તમે જ છો
સમગ્ર સૃષ્ટિના સર્જનકર્તા
તમે દેવ હું
માનવ ભૈયા, તમારા પિતા
શક્તિશાળી ભૈયા,તમે જ છો
ભાગ્ય વિધાતા,વર્તમાન
ભવિષ્યકાળ આપને આધિન
શિવ પાર્વતી ના ઓરસ સંતાન
એક તાંતણો બાધી તમારા
બેય સાથે સંબંધ જોડ્યો ભ્રાતા,
તમારી શરારતને મોદક પ્રિયતા
મને ગમે ભૈયા,મને પણ
ઓખા બેન સમી ગણી ભૂલ
ચૂક ક્ષમા કરજો...તમને મળવા
જીવતા તો ન અવાય મનમાં
તમને શોધતી રહું છું,
નસીબ હશે તો કૈલાસ આવીશ..
ભૈયા આપના આશિષ મળવાએ
પણ લાહ્વો છે,મને ન શ્લોક ન
રક્ષાસુત્રના ગાણાં ફાવે, હું તો
રહી અબોધ આપ માટે પ્રેમ દિલમાં ધરી રક્ષાસુત્ર સંગ આવી,
હૈયે હરખ સાથે આપના પાસે આવી.