પહેલો વરસાદ
પહેલો વરસાદ


પહેલો વરસાદ...
વરસાદની એક એક બુંદ,
માં આપ દેખાય,
કેટલીક અણકહી વાતો
મૌન થકી જ કહેવાઈ જાય છે,
કેટલીક મીઠી યાદો દિલ ને ઠારે,
તો કોઈ વાર નયનમાં આંસુ
મીઠા ઉજાગરા કરાવે,
તો કોઇ વાર દિલને ડામ આપે,
કેટલીક વેદનાઓ ને જો વાચા મળે,
તો અસ્મસ્તિ જ પંક્તિ રચાઈ જાય છે,
ત્યારે અક્ષ ને અક્ષિણી સાંભળે,
પવનના ઝોકામાં આપને ઝંખુ વાલમ,
પહેલા વરસાદની યાદો કેટલીક
ભુલી ન ભુલાય,
પહેલો વરસાદ એ આપણો
મીઠો સંવાદ છે, સાથ હોય ન હોય
યાદો તો દિલમાં અકબંધ રહેશે
આપની ચાહમાં કોઈવાર રાધા
તો કોઈ વાર મીરાં બની જાઉ છું,
રૂકમણી એમ કેમ બનાય,
તપસ્યા આચરવી પડે છે...
એ માટે પુણ્ય ઓછા પડ્યા હશે...
મીરાં બની દૂરથી ચાહતી રહું છું,
રાધા કે રૂકમણી જેવા શ્રુંગાર ન
ફાવે,અ
મને ભગવો ધરી તંબૂરો
સિતાર ફાવી ગયા છે,
આ ઝરમર વરસાદ
ને સંગીતની જેમ ગુંજતી વાદળીઓ
મન મસ્ત મગન કરી દે છે, આ દિલ અસ્મસ્તુ નથી પાગલ બન્યું,આપની
આંખો જ શરાબની પ્યાલી છે,
તો નશીલા પદાર્થની શું આદત પાડવી?
ચહેરો ગોરો ચહેરો જ શાન ભાન ભૂલાવે છે, કાળા ચશ્માં જ સુંદરતા
વધારે આપની, આપના ચહેરાનુ નૂર
ચંદ્રને પણ શરમાવે છે...
કેટલીય વાતો ને વચનો કિતાબ
પુરતા જ અકબંધ રહી ગયા છે,
જીવનમાં સપનાંનો માળો કદી ન
વિખરાય એવી મજબૂત દિવાલ
ચણાઈ છે,પરંતુ હૈયુ આપની એક
મુસ્કાન ઝંખે પ્રિય...
પહેલા વરસાદનુ આગમન
સૌ જીવ ઈચ્છે, ખેડૂત અન્ન
પકવવા,તો તનના દાઝ્યાને તો વર્ષાઠારે પરંતુ દાઝેલી આત્મા ને ઠારવાનો કોઈ ઉપાય ખરો?
લાગણીઓને વાચા આપવા,
પ્રેમને ચોક્કસ નામ આપવા
યુવા હૈયા ઝંખે છે...
©શૈમી ઓઝા "લફ્ઝ"