સ્ત્રી એક કિતાબ
સ્ત્રી એક કિતાબ


જીવનની એક કહાની
તારા વગર છે નકામી,
દરેક કહાની નું હ્રદય તુ છો,
અંત તુ ને આરંભ પણ તુ છે,
એક એક પાત્ર તારાથી તો
ઉજળા છે. નિષ્ફળતા, મોત ને ઝેર
સાથે મિત્રતા તો થોડી દુશ્મનાવટ
થઈ જાય છે,
છતાંય જીવનની પરીક્ષા
માં પાસ થવા પાના ભરવાની શોખીન હું.
ગમતા વ્યક્તિ સામે ઝૂકી જાવ
ત્યારે મીણ બની પિગળી જાવ છું,
જાણે અજાણે સ્વાભિમાન પર
વાત આવે ત્યારે તલવાર બની જાવ છું.
જ્યારે અસ્તિત્વની વાત આવે ત્યારે,
મહિષાસુર મર્દની બની લડત મજાથી આપી માર્ગના કાંટા સાફ કરતી જાવ છું,
મર્યાદા મોભોના યજ્ઞ માં હોમાઈ રહેલી સામગ્રી છું,
મારુ સ્વયંનું અસ્તિત્વ શું ઘણી વાર સવાલો થાય છે, પરંતુ બાંધી મુઠ્ઠી રાખુ તો કોઈવાર
ગાલે તમાચો મારી લાલ રાખતી જાવ છું.
છતાંય ઘરમાં એક સવાલનો જવાબ વારંવાર આપવો માનસિક થકવે શું કામ કરે ઘરે ત્યારે,
અરિસા સાથે કેટલોક શાબ્દિક કે અશાબ્દિક સંવાદ કરતી જાવ છું.
જીવનની સફરમાં સતત ચાલતી જાવ છું.
સમયે સમયે બદલાતી મારી પરિભાષા
વહેતા પ્રવાહ સાથે પોતાની જાતને ઢાળતી જાવ છું.
જ્યારે સૌનું ગમતું થાય ત્યારે
હું લાડકવાયી ને જ્યારે પોતાના
સ્વાભિમાનની લડત જ્યારે લડવા જિદે ચડુ ત્યારે સૌ માટે અળખામણો જીવ બનતી જાવ છું.સમયે સમયે
મારુ અસ્તિત્વ ને જરૂરિયાત બદલાતી ર
હે છે, તેમ મને અલગ અલગ ઉપનામો મળતા જાય છે,
ઉપનામોના ઘા જીરવી મંજિલ તરફ પ્રયાણ કરતી જાવ છું,
અળખાણીને લાડકવાયીનો ભેદ
સોલ્વ કરતા કરતાં થાકી જવાય છે
ત્યારે પોતાની જાતને થોડી આધ્યાત્મિક તરફ ઢાળતી જાવ છું,
નવદુર્ગા સમી નારી નવ પાત્રોમાં
વહેચાઈ,
દરેક પાત્રો ને ન્યાય મજાનો આપી શક્તિ સ્વરૂપિણીની પદવી તો પામી હું,મંદિરમાં પથ્થર ની મુરત પૂજાયી,
તો કુખમા મરાયી,મંદિરની મુર્તિ સોળ શણગારથી સજાવાયી તો,રસ્તામાં
જ્યારે પિંખાવ ત્યારે દેવી શબ્દ ક્યાં
ખોવાઈ જાય છે?
સમાજની દોગલી નીતિનો શિકાર બનતી હું સ્વયંના અસ્તિત્વ સાથે લડત આપતી જાવ છું...
ઝેર,મોતનો ડર નથી મને,
ઝેર પીવાનુ ને મોત સાથે મિત્રતા
છે સારી ઝેર ટીપે ટીપે તો ઘણીવાર સફાળુ પી જાવ છું,જ્યારે ધૈર્ય હોય ત્યારે સીતા,વિરહ હોય ત્યારે મીરાં કે રાધા,શિક્ષા મેળવું ત્યારે સરસ્વતી,
ગૃહપ્રવેશ વખતે ગૃહલક્ષ્મી, કોઈ વાર ભરણ પોષણ કરતી અન્નપૂર્ણા,સ્વયં ના અસ્તિત્વ નો સવાલ મને સતી,તો
તપસ્યા કરવા બેસુ ત્યારે પાર્વતી બની જાવ છું,
સહનશક્તિનું પારખું કરે કોઈ ત્યારે હું રક્તનયની ખપ્પરધારિણી કાલરાત્રી દુર્ગા બની જાવ છું,
અમને સમાધાન ને ત્યાગ સાથે મિત્રતા જબરજસ્તી કરાવવામાં આવે છે.નસીબ ને કોષવાની જગ્યાએ પોતાની જાતને સ્વયં અરીસો બતાવી પોતાની જીવન કહાનીમાં થોડી ઘણી જોડણી સુધારતી જાવ છું.