કન્યા પૂજન નવરાત્રી
કન્યા પૂજન નવરાત્રી


અંબા આવો અમ ભક્તોના દ્વાર,
નવમીના દિ આવ્યા, નવ દિવસની,
ભક્તિની રાખો લાજ, ફળિયું વળાવ્યુ
સજાવ્યો ચાચર ચોક, હરખે માતા આવો ને...
કંકુ પગલાં પાડી માતા ભક્તોને આશિષ આપો ને,બેસવા તમને બાજોઠ આપુ,પ્રેમે તમે બિરાજો રે,
હૈયારૂપે રહેઠાણ આપું હરખે હરખે આવો ને,
સરખી સરખી સહિયરો સંગ આવો ને, સાથે સાથે ભૈરવ હનુમાનજી, ગણેશજીને લાવો રે,
નવ કન્યા તો શક્તિસ્વરૂપા આપની પડછાઈ રે,નવકન્યાના આશીર્વાદથી,
સુખ,સમૃદ્ધિ, યશ, કિર્તીની થાતી રેલમછેલ રે...ભક્તો આપના આશીર્વાદથી ધન્યધન્ય થાતા રે,
નવલા નોરતાંના પારણા સાર્થક કરવા આવો ને,જો તમે ન આવો તો તમને
ભક્તિની આણ રે...
જય અંબે જય બહુચર બિરદાળી,
કાલરાત
્રિ સંકટ ખપ્પરથી કાપતી, માતા હરખે હરખે આવો રે, ભાવથી મેં તો પકવાન બનાવ્યા જમવા તમે આવો રે,
ભાવ કેરો ભાત પિરસુ સંગ મીઠાઈનો થાળ રે...
ભાવે હું તો નવ કન્યા પૂજુ દોષો મારા
બાળ સમજી અવગણજો રે,યથાશક્તિ
પ્રમાણે તેમને રિઝાવું માડી દર્શન દેવા આવો ને...
સૌ ભક્તોની તમને જોઈ માતા મનની ભૂખ ભાગે રે...ચહેરે તેજ નજરે અમી ને ચહેરે વાત્સલ્ય છલકાતું રે...
સૌનું માડી કલ્યાણ કરજો રે સૌ કોઈ ભૂખ્યું ન સૂવે માડી સૌને વા'રે આવજો રે...
સાગ સિસમનો ઢોલિયો ઢાળું પોઢણ કરવા આવો માતા અમને આશિર્વાદ આપો રે...
જય અંબે જય બહૂચર બાળી, કાલી કપાલીની, મોગલમા મછરાળી રે, શિવની નારી ઊમિયામાતા શક્તિની સંચાર માતા
દરિયા દિલવાળી રે.