STORYMIRROR

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

કાલે ના હોઉ તો

કાલે ના હોઉ તો

1 min
27.8K


સૂરજ ઊગે તો કહેજો કે મારી,

મીંચાયેલી આંખોમાં થોડા,

આંસુઓ છે. જે સૂકવવાના હજુ બાકીછે...

કાલે ચાંદ ઊગે તો કહેજો કે થીજેલા આંસુઓને એના

તેજોમય પૂંજમાં આવરી લે...


ઝબકતા તારલીયાઓને

કહેજો કે... મારી યાદ બનીને

આકાશમાં સ્થિર રહી ટમટમે...

સૂસવાટા ભરેલા પવનને

કહેજો કે કિશોર વયે એક કોડીલી કન્યાના સ્મિતને

હજુ વૃક્ષ પરથી ખેરવવું બાકી છે.


સંધ્યા ને કહે જો કે એના ઉદાસ ચહેરાની

ઉદાસીનતા લઈને હું ધીમે પગલે જાઉંછું...

હા, હું કદાચ કાલે ના હોઉ...

કાલે ના મળુ તો હું દિલગીર છું..

પણ આપ દુઃખી ના થશો...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational