કણજરી
કણજરી
પગલા ફરી પડ્યા,એ ભૂમિ પર,
શ્વાસ થંભી ગયા, થયા અધ્ધર.
હું પણ નથી ભૂલ્યો ને તું પણ,
આ સંબંધ અહો! કેવો સધ્ધર.
સઘળી લાગણીઓ ઝૂમી ઉઠી,
ઝૂમી ઉઠ્યા, વૃક્ષ, પાંદડા, પથ્થર.
ભણવા સાથ છૂટ્યોતો તારો મા,
સત્ય કહું છું,કર ભરોસો મુજપર.
કક્કો હું તારાથી જ શીખ્યો છું,
કોળિયો પેહલો ખાધો, યાદકર.
તુજ ખોળે રમ્યો, મજબૂત થયો,
હું આવ્યો છું પાછો, મને માફ્કર,
કંઈક તરંગો ઊર્જા આપી રહ્યા છે,
અતૂટ આ સંગ, રંગ લાવશે દિલબર.