મા
મા
1 min
12
કહ્યા વગર તુ સમજી જાતી,
જ્યારે રડી પડુ ત્યારે તુ ખમ્મા,
કહી મીઠો હાથ રાખતી,
જ્યારે દુનિયાથી ઠોકર ખાઉ,
ત્યારે તુ શરણ મને આપતી,
શિવના અર્ધાંગિની, મા ભવાની,
જગતપાલિકા,જગતમાતા તને દુનિયા કહેતુ,
તુ તો છો મારી પ્યારી પાર્વતી માતા,
જગતમાતા હોવાના નાતે,
તુ ધ્યાન સૌનું રાખતી, નિ:સ્વાર્થ પ્રેમ તારો,
જે ભક્તોને ભાવ વિભોર કરી નાખે.
