15મી ઓગસ્ટ
15મી ઓગસ્ટ


15મી ઓગસ્ટ...
યાદ છે તે દિવસ જે દિવસે
દેશ આઝાદ થયો છે.
ધન્ય ધરા ભારતની
જ્યાં વીર સપૂતો અવતર્યા છે,
દેશ કાજે બલિદાન આપી,
નામચીન થઈ ગયા.
દેશની બોર્ડરે જવાનો
છાતીએ ગોળી ખાય
ત્યારે આપણે નિરાંતે જીવી શકીએ
છીએ એમના ત્યાગ અને બલિદાનની કદર કરો પંદરમી ઓગસ્ટ આર્મી જવાનોને નામ...
દિલ્હીના લાલ કિલ્લે પ્રધાનમંત્રી
રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે,શું રાષ્ટ્રીય ધ્વજ ઘરમાં મહેફૂસ રહે છે?
કોઈવાર રસ્તા પર ચિથરેહાલ મળે છે.
દેશને અંગ્રેજોની ગુલામી
થી છોડાવ્યો,ભ્રષ્ટાચાર
ગરીબી,બેરોજગારીને
દેશમાંથી
જાકારો ન આપી શકાયો,
આ વાત છે શરમજનક
તો ઘણીવાર સ્વાસ્થ્ય સાથે
ચેડા કરવા ભેળસેળ કરી
લોકોને છેતરપીંડી કરાય,
અધધધ ભાવવધારો,હાય રે મોઘવારી જે ગરીબોને રોવડાવે,
પંદરમી ઓગસ્ટ આવે છે,થોડોક
ક્રાંતિકારી ઓના બલિદાન યાદ કરી
ધર્મો મા ફાટ પડાવતી રાજનૈતિક
દૂકાન બંધ કરો,આ છે બાપુ,ના
સ્વપ્નનું ભારત?
આઝાદ તો થયા છે,
પણ મન તો હજી
અંગ્રેજ સમયના છે,અંદરોઅંદર
પ્રેમ શાંતિ દેશમાં બની રહે,
સૌ લોકો હળીમળીને રહે
એવી અરજ છે ભારતમાત,,,
એક ઘરમાં દિવાળી થાય
તો તેલ દિવો થાય,
એક ઘર એક ટંકની રોટલી માટે
ભૂખમરાથી ટળવળે
પંદરમી ઓગસ્ટ આવે છે,સપત
લો,,,
સૌ દેશવાસીઓ દેશને
વફાદાર રહીશું
વિકાસ વિકાસ કરી
સૌ જનતા ને અંદરોઅંદર રમાડી
ખીસ્સા પોતાના ભર્યા પંદરમી
ઓગસ્ટ આવે છે દ્રઢ સંકલ્પ કરો
વોટ ના બદલે અમે જનતા ને
સંતોષ થાય એવું કામ કરીશું,
રોડમા ભૂવા પડ્યા છે રોડ દયનિય
હાલતમાં છે.ટ્રાફિક નિયમોનુ પાલન કરો પંદરમી ઓગસ્ટ આવે છે...જરા બલિદાન આપી ચૂકેલા
ક્રાંતિકારીઓના બલિદાનની કદર કરો...
"લફ્ઝ"દેશની અસ્મિતા સ્વચ્છતા
અને દરેક લોકોના ચહેરે પ્યારી
મુસ્કુરાહટથી છે.પંદરમી ઓગસ્ટ
પછી જનતાની સમસ્યા દૂર થાય,
ને "વસુધૈવ કુટુંબકમ્"ની ભાવના
જ્વલંત રહે,આ છે બાપુ અને ક્રાંતિકારીઓના સ્વપ્નનું ભારત...
શૈમી ઓઝા "લફ્ઝ"
નોંધ:આ રચના મારા મૌલિક વિચારો છે.દેશની પરિસ્થિતિ નો ચિતાર્થ કરાવે છે.કોઈ વ્યક્તિ કે કોઈ રાજકીય પક્ષ ને ઠેસ પહોંચાડવાનો કોઈ હેતુ નથી...કોઈ રાજકારણીની લાગણી દુભાય તે મારો આશય નથી.આ રચના મારા મૌલિક વિચારો છે.કોઈ રાજકીય પક્ષ ને ટાર્ગેટ કરીને નથી બનાવી...