STORYMIRROR

Ramesh Bhatt

Inspirational Others

3  

Ramesh Bhatt

Inspirational Others

જૂઠું રડી શકતું હશે ?

જૂઠું રડી શકતું હશે ?

1 min
28K


ભાગ્ય કોઈને ખરેખર ફળતું હશે ?

દિલ ને ગમતું બધું મળતું હશે ?


ખુશી કત્લેઆમ કરતી જાય છે

તો ય લોહી શેર શું ચડતું હશે ?


પ્રેમ નામે શાપ સાથે આપણે

જો કરીએ વ્રત તો એ ફળતું હશે ?


હથેળી ના શબ્દ તો વંચાય નહીં

તો ય સુખદુખ એ થકી જડતું હશે ?


સૈનિકો વચ્ચે નથી વાંધો છતાં

મન વગર કોઈ યુધ્ધ કાં લડતું હશે ?


જો નકલ ના થાય'રશ્મિ' હાસ્યની.

તો કોઈ જૂઠું રડી શકતું હશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational