STORYMIRROR

Himanshu Patel

Inspirational

3  

Himanshu Patel

Inspirational

મહાભારત

મહાભારત

1 min
27.8K


કૃષ્ણ કહે અર્જુનને ઉઠાવ ને ફરી ધનુષ બાણ,

કર કુરુક્ષેત્રને કૌરવોના રક્તથી લોહી લુહાણ.

ફરી થયો છે ચોતરફ કૌરવો નો હાહાકાર,

ઉઠાવ ધનુષ અને કર રણટંકાર.


સીમા પર કરે છે નિર્દોષોનો વધ,

કર હવે એવો વાર કે દુશ્મન થઇ જાય સ્તબ્ધ.

મા ભોમ કરે છે તને પોકાર,

યાદ કર ફરીથી ગીતા સાર.


કેમ થઇ રહ્યો છે આમ હતાશ,

જલ્દી ઉભો થા અને કર વિનાશ.

તું આમ ડરી રહ્યો છે શાનાથી,

હું જ તો છું તારો સારથી.


નથી સમજ એનામાં વિવેક વિનયની,

હવે સમજશે માત્ર ભાષા યુદ્ધની.

માટે બની જા એમનો કાળ,

અને કર એમની ભૂમિ રસાતાળ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Himanshu Patel

Similar gujarati poem from Inspirational