Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Himanshu Patel

Others

3  

Himanshu Patel

Others

મીરાં

મીરાં

1 min
586


શોધ્યા કરું ઈશ્વરનું ઘર કેમે કરી મળતું નથી,

ચિંધ્યા કરે બીજા બધા એ પણ છતાં જડતું નથી... !


ચાતક બની તાક્યા કરું એ ચાંદ દેખાયો નહિ,

વાદળ બની વરસી પડું આ ઉર હજુ ઠરતું નથી.. ! 


ઈચ્છા ઘણી છે આભને આંબી લઈ પાછો વળું,

આકાશથી જોઈ થયું ત્યાં આપણું જડતું નથી.. !


જિદ્દી ઘણો છે કે પછી નાદાન છે સમજણ નથી,

ભગવાન છે તું કે નથી એ માપણું મળતું નથી .. !


ઘોળ્યાં કરું મીરાં બની આ ઝેર ને હું ક્યાં લગી,

એના હૃદયનાં તાર ને કેમે કરી અડતું નથી.!


Rate this content
Log in