STORYMIRROR

Himanshu Patel

Classics Others

4  

Himanshu Patel

Classics Others

લંકાદહન

લંકાદહન

1 min
500

દૂત બની ને આવ્યો હું એક વાનર છું,

સંતાપી પતિનો સંદેશ લઇ આવ્યો એક વાહક છું,

સજ્જન બની સોંપી દે “જાનકી” માત ને,

બચાવી લે રઘુરાયથી તારી જાત ને.


પુણ્ય ચરણમાં નમી તું, લઇ લે શુભાશિષ,

હજુ પણ સમય છે બચાવી લે તારા દસ શીષ,

સમજાવો દશાનન ને હે, સમજુ વિભીષણ,

નહિતર આગમાં બળશે આ સોનનગરી ભીષણ.


સત્ય કહું છું, મર્યાદાપુરુષોત્તમ છે મારો નાથ,

એટલે જ તો હજુ છે સલામત તમારા હાથ,

બળના માપ તું મારું, હું છું “પવનસુત” હનુમાન,

મુજથી સહસ્ત્રગણો બળવાન છે મારો ભગવાન.


એક વાનરની વાતથી ગીન્નાયો દશાનન,

એની એક ત્રાડથી ધ્રુજી ઉઠ્યા ચાર ભુવન,

મૂર્ખતા જોઈ મરકાયો મારૂતિનંદન,

મનોમન કર્યા રઘુરાયને વંદન.


નિઃશ્વાસ નાખી બોલ્યા બજરંગ,

હે “અસુરરાજ” ઘમંડ થશે હવે તારો “ભંગ”,

વિદ્વાન છે તું પણ, અહંકાર પણ છે અપાર,

તારા “અહમ”ને ત્યાગ, તો થશે તારો બેડો પાર.


સુણી એક તુચ્છ વાનરની વાત,

લાલચોળ થયો લંકાનો “તાત”

હુકમ થયો “લગાઓ આની પૂંછ ને આગ”,

ફરી ઉજાળે ન કોઈ “અશોકબાગ”.


રામનામ લઇ ઘૂંટણ પર બેઠા વાનરરાજ,

લંકાનગરી ખુબ ભડકે બળશે આજ,

સળગી પૂંછ થયો ચોમેર હાહાકાર,

હનુમંતે લીધું સ્વરૂપ વિકરાળ.


અંતરમાં લઇને રઘુવર નું નામ,

બજરંગે ફાળ ભરી વિશાળ,

ભડભડ બળી લંકા થયું દહન,

“ત્રાહિમામ” બોલ્યા ચારેય ભુવન.


તમારો જય જય જાનકીરાય,

સત્ય નો થશે હવે રણવિજય.


Rate this content
Log in

Similar gujarati poem from Classics