અને... એક દિવસ
અને... એક દિવસ
અને...
એક દિવસ
મક્કમ મન રાખીને
બધી તમન્નાઓ
બે કરાર આરઝૂઓ
અધૂરી ઈચ્છાઓ
ડગમગતા સંકલ્પો
અધ કચરી સમજણ
નર્યો સ્વાર્થ
છળ કપટ
અંધ અહંકાર
ને
'હુંથી મુક્ત કર્યાં
તો
ખબર પડી કે
અજ્ઞાનના અભેદ્ય દુર્ગમાં
ફસાઈ ગયો હતો
કે
જે મારી માન્યતાઓની કાળમીંઢ દીવાલોથી
સુરક્ષિત(?)
હતી.
