સફળતાની તડપ હોવી જોઈએ
સફળતાની તડપ હોવી જોઈએ
ચાલવામાં ઝડપ હોવી જોઈએ
સફળતાની તડપ હોવી જોઈએ
બોલ નો હોય તોલ એનું મૂલ્ય છે
લાગણીમાં કડપ હોવી જોઈએ
માગવાનું આપવા નું હોય છે.
આરતમાં અદબ હોવી જોઈએ
હૃદય જાણી જાય એ ઘટના અલગ
તો ય સહુ ની મદદ હોવી જોઈએ
જામમાં શું છે મજા જાણું નહીં
તો ય કહો છો તલપ હોવી જોઈએ
ઝરણું તો પરિતૃપ્ત છે સાચું જ છે
રણને જળની તરસ હોવી જોઈએ
ભય વિના માને ના 'રશ્મિ' જીંદગી
મોતની બસ ફડક હોવી જોઈએ
