STORYMIRROR

Vinod Solanki

Romance

4.9  

Vinod Solanki

Romance

હું કહુછું તમને

હું કહુછું તમને

1 min
203


હું કહુછું તમને એય, જરા સાંભળોને,

દિલની આ વાત જરા સાંભળોને,


મારા શબ્દોરૂપી પુસ્તકના ઓ લેખક,

આ કલમના બિંદુઓને તમે જરા પારખોને,


લખ્યા હશે લેખ ઉપરવાળાએ ઘણા બધા,

આ લેખના ઓ હસ્તાક્ષર તમે જરા સાંભળોને,


કહેવી છે હૃદયની આ માર્મિક વાતો સન્મુખથી,

પલટીને એકવાર આપના નયનથી જરા નીરખોને,


હું કહુછું તમને એય, જરા સાંભળોને,

દિલની આ વાત જરા સાંભળોને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance