તમે ભણવાને આવજો
તમે ભણવાને આવજો
આજ ખુલી છે મારી શાળારે.... શાળારે....
તમે ભણવાને આવજો.
ભણાવે છે શિક્ષકો સારા રે.... સારા રે....
તમે ભણવાને આવજો.
મારી શાળામાં મોટું મેદાન છે,
મેદાનમાં રમતો રમીએ રે.... રમીએ રે....
તમે ભણવાને આવજો. ....
આજ ખુલી છે...
મારી શાળામાં કમ્પ્યુટર લેબ છે,
સાથે મળીને શીખીએ રે..... શીખીએ રે.....
તમે ભણવાને આવજો.
આજ ખુલી છે...
મારી શાળામાં નાનું વાંચનાલય,
આવો મળીને વાંચીએ રે.... વાંચીએ રે....
તમે ભણવાને આવજો.
આજ ખુલી છે...
મારી શાળામાં મોટો સભાખંડ,
સાથે મળી પ્રાર્થના કરીએ રે.... કરીએ રે....
તમે ભણવાને આવજો.
આજ ખુલી છે...