ધરતીનો વાદળને સંદેશ
ધરતીનો વાદળને સંદેશ
ધરતીબેને વૃક્ષને કહ્યું સાંભળજે મારી વાત,
ગરમી અને ઉકળાટ પડે છે દિવસ ને રાત.
સવાર સવારમાં વરસાદ આવા ના કરે ડોળ,
વીજળીબેનને કહેજો ઓછું બતાવે જોર,
તું વાદળને ફોન કરી જણાવ મારી હાલાત,
ધરતીબેને વૃક્ષને કહ્યું સાંભળજે મારી વાત.
વૃક્ષભાઈએ વાદળને તાત્કાલિક કર્યો ફોન,
વાદળ કહે તમે બોલો છો અરે ભાઈ કોણ ?
હું છું કમભાગી વૃક્ષ ને ધરતી મારી માત,
ધરતીબેને વૃક્ષને કહ્યું સાંભળજે મારી વાત.
ધરતી પર વરસાવો તમે અમરતરૂપી જળ,
વાદળ બોલ્યુ,માણસના મળ્યા તમને ફળ,
તમારું ક્યાં સારું વિચારે છે માણસ જાત ?
ધરતીબેને વૃક્ષને કહ્યું સાંભળજે મારી વાત.
વૃક્ષ કહે માણસ જેવું આપણે ના જ થવાય,
માણસની ભૂલે બીજા જીવોને ના તડપાવાય,
વાદળ બોલ્યુ કહેજો કે હું આવીશ સાક્ષાત,
ધરતીબેને વૃક્ષને કહ્યું સાંભળજે મારી વાત.
વૃક્ષે ધરતીને વાદળના મેસેજ આપ્યા સારા,
રાતે વાદળની પાછળ સંતાઈ જશે સૌ તારા,
ધરતી કહે ઓ માણસ તું ના બતાવીશ જાત,
ધરતીબેને વૃક્ષને કહ્યું સાંભળજે મારી વાત.