એ તો મારી મા છે
એ તો મારી મા છે

1 min

695
ભગવાનની એ મૂરત છે ને,
મારી કવિતાની એ કવિ છે,
એ તો મારી માં છે.
કથાની એ કથાકાર છે,
શબ્દોથી એ પર છે,
એ તો મારી માં છે.
સંબંધોનો સરવાળો છે તે,
સ્નેહનો છે તે ગુણાકાર,
એ તો મારી માં છે.
કૃષ્ણની એ ગીતા છે ને,
બાળકોની એ ફુલવારી,
એ તો મારી માં છે.
પ્રેમની એ સરવાણી છે,
પરોપકારની એ છાયા છે,
એ તો મારી માં છે.