કુદરતની માયા
કુદરતની માયા
કુદરતનું આ દર્દ છલકાયુ કે,
કુદરતની છે આ માયા,
રે દિશાઓ જાણે સુધી ભાસે,
માનવ છે તે ઘરમાં,
આકાશે વાદળી રંગ ભર્યાંને,
ભૂમી બની સુમસામ,
હવાને તે પ્રદૂષણ મુક્ત બનાવી,
માનવ મોઢે રુમાલ,
પક્ષી વિહરે મુક્ત ગગનમાં,
માનવ પુરાયો પાંજરે,
જગતની આ કસોટી છે કે,
પ્રક્રુતિની આ છે હિસાબ,
કુદરતનું આ દર્દ છલકાયુ કે,
કુદરતની છે આ માયા.