STORYMIRROR

Neeta Chavda

Inspirational Children

4  

Neeta Chavda

Inspirational Children

એ છે ડોક્ટર

એ છે ડોક્ટર

1 min
241

રડતાનેય કાયમ હસાવે, એ છે ડોક્ટર,

વેદનાને ઝટથી ભગાવે, એ છે ડોક્ટર.


કામ જેનું બીમારનું દુઃખ ભગાવવાનું,

અને રૂપ ઘરનું ધરાવે, એ છે ડોક્ટર.


ઘરના સભ્ય બની સાથ આપે દર્દીને,

હૈયે તેના રહસ્ય વસાવે,એ છે ડોક્ટર.


ચાલતા કરીદે મૂતપાય વ્યક્તિને પણ,

મૂત્યુને પણ સદા ડરાવે, એ છે ડોક્ટર.


સમસ્ત બ્રહ્માંડને ગર્વ છે, જેનો 'નીતા'

તે માનવધર્મને નિભાવે, એ છે ડોક્ટર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational