⚘હ ળ વા શ⚘
⚘હ ળ વા શ⚘


જોવા મળે તારી ઝલક, 'હળવાશની' માણી એ પળ
કાને પડે તારી રણક, 'અરદાસની'' માણી એ પળ'
સૂરજ ભલેને આથમે, દિપક બની સાથે રહ્યા
સમતા થકી સમજણ વધી, 'સહવાસની' માણી એ પળ'
સુખ દુઃખ વળી કેવો ફરક પાડે, મિલન માન્યા અફર
સૂર પ્રેમલ ગાઈ સતત, 'નરમાશની' માણી એ પળ'
મળતા રહે સ્વભાવ, અવસર તંગ હો કે હો સુગમ
શોધી પ્રથમ ઓજસ કિરણ, 'અજવાસની' માણી એ પળ'
'નિમિષ' બંધન અવગણી, માણી સફર, સાર્થક છે ભવ
હસતા રહી પીધાં જે વખ, 'હળવાશની''માણી એ પળ'