તો બસ છે !
તો બસ છે !
અજ્ઞાની-નાદાનથી નથી હું ડરતો ભાઇ,
જ્ઞાની-નામીથી બચતો રહું, તો બસ છે.
દુનિયામાં શું સાબિત કરી બતાવું હું,
ઘરમાં ખુદને જો પુરવાર કરું, તો બસ છે.
શિખર-વિજય હો તમોને મુબારક, રાજન,
નિરાશ હૃદયે, બની મલકાટ, હું વસું તો બસ છે.
ઉત્તંગ ધર્મ ધજા તમો ને હવાલે મહારાજ,
કોઈ રાંકની પગથી, હું બની રહું તો બસ છે.
રણકતા કારોબાર તમો ને અર્પણ, મહાજન,
પરિશ્રમે મહેકતું અન્ન હાથવગુ કરું, તો બસ છે.
સધળાં નામ-દામ રહે આપને હસ્તક, સજ્જન,
મર્યાદા-લક્ષ્મણ રેખા, ના હું ઓળંગું,તો બસ છે.
ઝગમગતી ઇમારતો, ભલે રહે તમારી અમાનત,
મારે ઓટલે સ્વાશ્રયી દીવો, પ્રજ્વલિત રહે તો બસ છે.