ધબકાર
ધબકાર


પ્રેમની અભિવ્યક્તિ પણ, સામે કઈ અહેસાસ માંગે છે,
ચૂપચાપ વહેતી નદી પણ કિનારાને, હોવાપણાનો એક હિસાબ આપે છે.
અવિરત પડતી ધારા, પથ્થરને પણ પીગળાવી શકે છે,
ખબર નહિ તારા હૃદયની, કે પછી ખામી મારામાં કશીક લાગે છે.
હૃદયના ઊંડાણમાંથી પાછા ફરવું તને સહેલું લાગે છે,
ને હું પહોંચ્યો, પ્રેમના એ શિખરે, હવે ત્યાંથી પલટવું અશક્ય લાગે છે,
તને ભલે હવે નિપુર્ણ ફક્ત ભૂતકાળ લાગે છે
હજુ પણ યાદ મારી આવે ત્યારે, હૃદય તારું એક ધબકાર ચૂકી જતું લાગે છે.