મને ગમે છે
મને ગમે છે


તને પામવાની ઘેલછા છે માત્ર મારી,
પણ આ ઘેલછા મને ગમે છે.
જીવનભરનો હોય ના હોય શું ખબર !
પણ આ ક્ષણે તારો સાથ મને ગમે છે.
મને મનાવતા આવડે જ છે ક્યાં છતાં પણ,
તારું ઘડી ઘડી રિસાવું મને ગમે છે.
નહિ હોય મળવાનું નસીબમાં તો પણ,
આ ઘડીભરની મુલાકાત મને ગમે છે.
સાચો છે કે ખોટો એ તું જાણે,
મારા પરનો તારો પ્રેમ મને ગમે છે.
તું મારી છે ને માત્ર મારી છે
મનમાં રાખેલો આ વહેમ મને ગમે છે.
તારા નામ પર ચીડવે છે મને મિત્રો બધા,
ને તારા નામ પર જ શરમાવું મને ગમે છે.
સંજોગો જ ક્યાં છે એક થવાના આપણાં !
છતાં સંજોગોથી લડવાનું મને ગમે છે.
અધૂરો તો અધૂરો મંજૂર પણ,
આ કિસ્સો મને ગમે છે.
થોડો તો થોડો ભલે પણ,
જીવનમાં તારો હિસ્સો મને ગમે છે.