STORYMIRROR

Deep Thakar

Others

4  

Deep Thakar

Others

શોધ

શોધ

1 min
26

ન મારું માને મન,

ન મન મારું મારામાં.


ન અજવાળું ઝંખે મન,

ન મન મારું અંધારામાં.


બસ એક તને જ ચાહે મારુ મન,

પણ તું ન મળે ક્યાંય તારામાં.


શોધે તને અહીં તહીં મારું મન,

પણ તું મળે નહીં જગ સારામાં.


ન ઝાંખ્યું કદી ભીતર મનમાં,

કદાચ તું મળી જાય મારામાં.


ન મારું માને મન

ન મન મારું મારામાં.


Rate this content
Log in