Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deep Thakar

Others

4  

Deep Thakar

Others

યાદ નથી

યાદ નથી

1 min
417


નાનો હતો હજી હાલ સુધી, બાળપણ હતું હજી કાલ સુધી,

મોટો થઈને સંબંધોના દાવપેચમાં કેમ ફસ્યો એ યાદ નથી.


મળતા માણસોને જોઈ હસવાની એક પરંપરા છે,

પણ છેલ્લે દિલથી ક્યારે હસ્યો એ યાદ નથી.


મોટા મોટા શહેરો અને ભીડ જાણે સમંદર,

એમાં સ્નેહીઓનો સાથ ક્યારે છૂટ્યો એ યાદ નથી.


અનેક ઉપકરણો સાથે રાખી, બધા સંબંધો હાથે રાખી,

પોતાનાથી સંપર્ક ક્યારે તૂટ્યો એ યાદ નથી.


સંબંધો સાચવવાની લ્હાયમાં હંમેશા હું ખર્ચાતો રહ્યો,

એમાં કોણે કેટલો લૂંટયો એ યાદ નથી.


હતું કાચું મકાન અને કાચો આખો રસ્તો,

મારા ગામડાની ધૂળમાં કેટલો આળોટ્યો એ યાદ નથી.


એ પાટી અને પેન જાણે આખું મારું બાળપણ,

એક નો એક એકડો કેટલી વાર ઘૂંટયો એ યાદ નથી.


બસ હું જ મારી સાથે છું અને એક મારી લાચારી,

બાકી બીજું શું થયું એ કશું જ યાદ નથી.


Rate this content
Log in