STORYMIRROR

Deep Thakar

Others

4  

Deep Thakar

Others

થોડી વાર લાગે

થોડી વાર લાગે

1 min
23.4K

આંબે કેરી લાગતાં થોડી વાર લાગે

સંબંધ મીઠો પાકતાંં થોડી વાર લાગે


સપનાઓ તાંરા આંખોમાં હોય

ઊંઘમાંથી જાગતાં થોડી વાર લાગે


દૂધથી દાજયા હોય એક વાર ભલે ને

છાસ ને પણ ચાખતાંં થોડી વાર લાગે


સ્પર્ધામાં ઉતાંર્યા પહેલી વાર એટલે

પગ ઉપાડી ભાગતાં થોડી વાર લાગે


સ્વચ્છંદ રહ્યું છે જીવન આ મારું

હાથ ફેલાવી માંગતાં થોડી વાર લાગે


દિલ તોડનાર પોતાંના જ હતાં ને !

પોતીકું કોઈ લાગતાં થોડી વાર લાગે


વાતો નો દોર શરૂ જ થયો છે હજી

મનમાં વાજિંત્રો વાગતાં થોડી વાર લાગે


મન ને રોકી લીધું છે ક્યારનું ય છતાંંય

ઉપડતાં પગલાં ને રોકતાં થોડી વાર લાગે


વેરણ થઈ ગયું એક દિલ કોઈનાં પર

બીજું દિલ શોધતાં થોડી વાર લાગે


ખજાનો લૂંટાયો બહું આ દુનિયામાં

દિલનું તાંળું ખોલતાં થોડી વાર લાગે


ઘૂંટડે ઘૂંટડે પીધા એની આંખોના જામ

પગ આમતેમ ડોલતાં થોડી વાર લાગે


નક્કામુ બોલી ગયો બવ બધું હા પણ

સાચી વાત બોલતાંં થોડી વાર લાગે


અવિરત જીવ્યો છું આજ સુધી ને હવે

એક પર અટકતાં થોડી વાર લાગે


'દીપ' નો સહારો લઈ અંધારું હરાવ્યું

અજવાળે ઓલવતાં થોડી વાર લાગે.


Rate this content
Log in