STORYMIRROR

Deep Thakar

Romance

4  

Deep Thakar

Romance

તમે કહો તો હશે

તમે કહો તો હશે

1 min
23.6K

હું તો આને પ્રેમ કહું છું

વહેમ, તમે કહો તો હશે.


લગાવ છે અપાર તમારાથી

આકર્ષણ, તમે કહો તો હશે.


પ્રેમનું નામ આમ તો આઝાદી

બંધન, તમે કહો તો હશે.


નીતરે છે આ કાળા ડિબાંગ વાદળ

ઝાકળ, તમે કહો તો હશે.


તપે ધરતીને મૃગજળ દેખાય

આંખો ભીની, તમે કહો તો હશે.


આંસુઓને કોઈએ એકઠા કર્યા

દરિયો, તમે કહો તો હશે.


તમારા વ્હાલનાં નશામાં હોવ છું કાયમ

નશેડી, તમે કહો તો હશે.


લખી લઉં છું તમને મારી નઝરે

ગઝલ, તમે કહો તો હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance