સર્જનહાર
સર્જનહાર

આ તારા, આ મારા એવા સાદ પડતા થઈ ગયા,
હે સર્જનહાર, તારા પણ હવે ભાગ પડતા થઈ ગયા..
મૂર્તિઓને સોનું ચડાવવાના વાદ કરતા થઈ ગયા,
હે સર્જનહાર, તારા પણ હવે ભાગ પડતા થઈ ગયા..
સુખનાં ટાણે ભૂલી ગયા, દુઃખોમાં તને યાદ કરતા થઈ ગયા,
હે સર્જનહાર, તારા પણ હવે ભાગ પડતા થઈ ગયા..
શ્રદ્ધા નો'તી એને કદીયે કશામાં, શ્રાધ્ધમાં કાગ-કાગ કરતા થઈ ગયા,
હે સર્જનહાર, તારા પણ હવે ભાગ પડતા થઈ ગયા...