તો હશે
તો હશે
1 min
53
હું તો આને પ્રેમ કહું છું,
વહેમ, તમે કહો તો હશે.
છે લગાવ અપાર તમારાથી,
આકર્ષણ, તમે કહો તો હશે.
પ્રેમનું નામ આમ તો આઝાદી,
બંધન, તમે કહો તો હશે.
નીતરે છે આ કાળા ડિબાંગ વાદળ,
ઝાકળ, તમે કહો તો હશે.
તપે ધરતીને મૃગજળ દેખાય,
આંખો ભીની, તમે કહો તો હશે.
આંસુઓને સઘળા એકઠા કર્યા
દરિયો, તમે કહો તો હશે.
નશામાં હોવ છું તમારા વ્હાલનાં કાયમ,
નશેડી, તમે કહો તો હશે.
લખી લઉં છું તમને મારી નજરે
ગઝલ, તમે કહો તો હશે.