વાત મારી ને તારી
વાત મારી ને તારી
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
હું પ્રેમની નાવ લઈને નીકળ્યો કોઈ નાવિક જેવો
એ મદમસ્ત ઉછળતા કોઈ દરિયો જેવી,
હું સુગંધમાં મોહાયેલ કોઈ ભમરા જેવો
એ સુગંધી ફૂલોના કોઈ બગીચા જેવી,
હું ટીમટીમ ચમકતા કોઈ તારા જેવો
એ સોળે કળાએ ખીલેલા કોઈ ચાંદ જેવી,
હું સૂકાવા પડેલી કોઈ નદી જેવો
એ અનરાધાર વરસતા કોઈ વરસાદ જેવી,
હું સોમથી શુક્રની નોકરી જેવો
એ શનિ રવિના આનંદ જેવી,
હું રોજિંદા સામાન્ય કોઈ દિવસ જેવો
એ અનેરા ઉમંગી કોઈ તહેવાર જેવી,
હું છેલ્લી પાટલીનો ઠોઠ નિશાળીયો
એ આગલી બેઠકની અવ્વલ છાત્રા જેવી,
હું એક ક્ષિતિજે આથમતા થાકેલા સૂર્ય જેવો
એ બીજા છેડે ઉગતા રૂપાળા ચાંદ જેવી,
હું ગમતા ન ગમતા થતાં કોઈ વહેવાર જેવો
એ ઉમળકાભેર થતી કોઈ તહેવાર જેવી,
હું કલમના કોઈ નાના મોટા કલાકાર જેવો
એ કોઈ કલાકારની બેનમૂન કલાકૃતિ જેવી.