STORYMIRROR

Deep Thakar

Romance Others

3  

Deep Thakar

Romance Others

તો કેવું લાગે !

તો કેવું લાગે !

1 min
74


આવું છું હું તારા શહેરમાં ને તું નહિ હોય તો કેવું લાગે !

શોધીશ બધે જ તારો ચહેરો ને તું નહિ હોય તો કેવું લાગે,


હવાઓમાં હશે સુગંધ તારી ને તું નહિ હોય તો કેવું લાગે

રજેરજમાં અહેસાસ તારો ને તું નહિ હોય તો કેવું લાગે,


ઈચ્છાઓ આંખોમાં કેદ કરવાની ને તું નહિ હોય તો કેવું લાગે,

વાત સ્વપ્નને હકીકત કરવાની ને તું નહિ હોય તો કેવું લાગે,


દિલ તો હશે ધબકાર નહિ હોય તારા વગર મને એવું લાગે

વાદળ તો હશે વરસાદ નહિ હોય તારા વગર મને એવું લાગે,


સ્વાદ અનેક હશે બસ મીઠાશ નહિ હોય તારા વગર મને એવું લાગે

દીપ તો હશે અજવાસ નહિ હોય તારા વગર મને એવું લાગે,


સૂર્ય તો હશે પ્રકાશ નહિ હોય તારા વગર મને એવું લાગે

પ્રેમ તો હશે એ અહેસાસ નહિ હોય તારા વગર મને એવું લાગે,


તરસ તો હશે તલસાટ નહિ હોય તારા વગર મને એવું લાગે

ઉમંગ તો હશે તરવરાટ નહિ હોય તારા વગર મને એવું લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance