વાર તો લાગે ને !
વાર તો લાગે ને !


સપનાઓ તૂટ્યા છે, શું વાત કરું !
ફરી નીંદર આવતા થોડી વાર તો લાગે ને,
ક્યાં હવે ઘોડિયામાં સૂવાનું રહ્યું દોસ્ત !
થાક ઉતરતાં થોડી વાર તો લાગે ને,
વાદળથી જ ઘેરાયું છે આખું આસમાન રાતથી,
દિવસ થતાં થોડી વાર તો લાગે ને,
આથમ્યો આખો ચાંદ હમણાં જ ને,
ફરી પૂનમ આવતાં થોડી વાર તો લાગે ને,
હમણાં જ પત્યો છે એક પ્રસંગ પ્રેમનો,
ફરી દિલ જોડાતાં થોડી વાર તો લાગે ને,
છલકી હતી આ આંખો આખી રાત એટલી,
ફરી લાગણી ઉભરાતાં થોડી વાર તો લાગે ને,
માંડ છૂટ્યો છે આ પાંજરેથી એ જીવ,
પાંખો ફફડાવતાં થોડી વાર તો લાગે ને,
કેટલા સમયે થઈ મુલાકાત સમજો જરા,
ચહેરો ઓળખાતા થોડી વાર તો લાગે ને,
એક તો
તારી આંખો માંજરી, ને ઉપરથી ગાલ પર આ લટ,
નજર હટાવતાં થોડી વાર તો લાગે ને,
તારામાં જ ડૂબ્યો હતો ને આજ દી' સુધી હેં !,
તારામાંથી બહાર આવતાં થોડી વાર તો લાગે ને,
સન્નાટો હતો આ જીવનમાં કાયમ ને,
આદત અવાજની પડતાં થોડી વાર તો લાગે ને,
માંડ પચીસ વટાવીને સમજદારીમાં પ્રવેશ્યો,
રૂપિયો રળતાં થોડી વાર તો લાગે ને,
ધીરે ધીરે સમજુ છું માણસોને હમણાંથી,
સમજણ આવતાં થોડી વાર તો લાગે ને,
તોડ્યો છે પોતાનાઓએ જ વારંવાર મને,
ફરી કોઈનો ભરોસો કરતા થોડી વાર તો લાગે ને,
દિલ તૂટ્યું છે હજી હમણાં જ મિત્રો,
લેખક બનતાં થોડી વાર તો લાગે ને,
'દીપ' ને આડશ આપી તેમ છતાં,
જ્યોત સ્થિર થતા થોડી વાર તો લાગે ને !