Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnendu Desai

Romance

3.9  

Purnendu Desai

Romance

રાધે કૃષ્ણ

રાધે કૃષ્ણ

1 min
23.6K


ક્રિષ્ન છોડે રાધાને, તો એ સૌને તરત દેખાય,

રાધા એજ છોડયા હોય કૃષ્ણને,

એવું માની કેમ ન શકાય ?


વિરહ એ રાધાનો, ક્રિષ્ન માટેનો પ્રેમ જો કહેવાય

તો કાનાને તો કોક પૂછો કે,

તારી આંખોમાં આ શું ડોકાય ?


મહાન તો બન્ને હતા, ને રહેશે અનંત સુધી,

પણ રણછોડને, રાધા-છોડના આરોપમાંથી,

મુક્ત કેમ ન કરી શકાય ?


કોને ખબર ક્રિષ્ન એ છેવટ સુધી,

રાધાને પામવાના પ્રયત્ન કર્યા નહીં હોય,

ક્યારેક તો રાધાજીને પણ આરોપોના,

પાંજરામાં મૂકી કેમ ન શકાય ?


કેટલું મનોમંથન એ,

પુરુષોત્તમની અંદર વલોવાય,

છતાં મુખ પર એના તો સદાય,

સ્મિત જ રમતું કેમ દેખાય ?


વિરોધાભાસોની વચ્ચે રહીને પણ

સ્થિતપ્રજ્ઞતા જળવાય,

તો જવાબદારીઓ નિભાવીને પણ,

આનંદ કેમ રાખી ન શકાય ?


બંસરીના સુર રેલાવતા,

જો ધર્મયુદ્ધ પણ કરી જવાય

તો હરણ રૂક્ષ્મણીનું કરી,

લાજ દ્રૌપદીની, કેમ બચાવી ન શકાય ?


અવતાર ધરીને ધારેલું,

ખુદ એનું પણ ક્યારેક ન થાય

તો 'નિપુર્ણ' તને પણ જે મળ્યું છે,

એને વ્હાલું કેમ ન કરી શકાય ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance