STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

એવું થોડું ચાલે

એવું થોડું ચાલે

1 min
200

અમે કરીએ સવાલ ને,

તમે ના આપો જવાબ,

એવું થોડું ચાલે,


અમે ખખડાવીએ હૈયાના દ્વાર,

અને તમે આવકાર ના આપો,

એવું થોડું ચાલે,


હૈયામાં ખીલી આજે પ્રેમની મોસમ,

સુખના હિંડોળે ઝૂલવા આપી એ તમને આમંત્રણ,

પણ તમે તો દિલના ટુકડે ટુકડા કરી નાખો,

એવું થોડું ચાલે,


ભીતર યાદોનો દરિયો ખળભળે,

તમને મળવા આ હૈયું પળ પળ તરસે,

પણ તમે તો એક ઝલક પણ ના આપો,

એવું થોડું ચાલે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance