STORYMIRROR

Rajeshri Thumar

Romance

3  

Rajeshri Thumar

Romance

સાચો પ્રેમ

સાચો પ્રેમ

1 min
427

પ્રેમ કાં તો હકીકત કાં સપનાં રૂપે,

રહે હર હાલમાં સદા જે સાથ,

તે જ સાચો પ્રેમ,


દિલથી મળે જ્યાં દિલના તાર,

તું જ વિના દિલ પણ લાગે વરસ,

 તે જ સાચો પ્રેમ,


આંખ મારી કરે ઇશારો,

ને સમજી જાય તારી આંખ,

તે જ સાચો પ્રેમ,


હૈયું મારું ભરાય ને,

અશ્રુ આવે તારી આંખમાં,

તે જ સાચો પ્રેમ,


પ્રેમમાં લેવાની ભાવના નહિવત,

ને કરી દે બધું જ સમર્પણ,

તે જ સાચો પ્રેમ,


નથી હોતા પ્રેમના કોઈ પૂરાવા,

પણ જેના નામ માત્રથી વધે ધબકારા,

તે જ સાચો પ્રેમ,


રહેતી સદા મિલનની આરજૂ,

ના ગમતી તારી વિરહ વેદના,

તે જ સાચો પ્રેમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance