Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તું આવજે

તું આવજે

1 min
212


દુનિયાની સફર મારે તારે સંગ કરવી છે,

સફરમાં હમસફર બની તું આવજે,


જીવનની હરેક પળ મારે તારે સંગ માણવી છે,

થાકભર્યા જીવનમાં એક નવો ઉજાસ, ઉલ્લાસ બની તું આવજે,


જ્યારે ડગર પર ચાલતા વિશ્વાસ તૂટે મારો,

વિશ્વાસનો વરસાદ બની આવજે તું,


જયારે વિરાન બને મારું જીવન,

ત્યારે વૃક્ષોનું વૃંદાવન બની તું આવજે,


છવાય અમાસ જેવો અંધકાર જીવનમાં,

ત્યારે પૂનમનો પ્રકાશ બની તું આવજે,


સૂનું થાય જ્યારે મારા મનનું આંગણ,

સાત સૂરોની સરગમ લઈને આવજે તું,


જ્યારે દર્દમાં વરસી પડે મારી આંખો,

ત્યારે દર્દનો ઈલાજ લઈને આવજે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance