Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajeshri Patel

Romance

3  

Rajeshri Patel

Romance

હળવાશ

હળવાશ

1 min
145


તને જોઉંને જોવાઈ જાય દુનિયા,

તારી આંખના એક જ પલકારે,

પહોંચે મુજ દિલ તુજ દિલમાં,

એ પલકારે અનુભવું દિલમાં એક હળવાશ,


સંબંધ તારો ને મારો છે પરિપૂર્ણ,

ખડકાતા જ્યાં મુશ્કેલીના વાદળો,

શમી જતા વાદળ એક મિલનથી,

એ મિલને અનુભવું દિલમાં એક હળવાશ,


મળે સતત મને તારું માર્ગદર્શન,

કઠિન રસ્તો પણ બનતો આસાન,

મળે બસ એક જ ટેકો જીવનને,

એ ટેકાએ અનુભવું દિલમાં હળવાશ,


કશું નથી જોઈતું હવે વધુ,

સાથે સદા રે 'જે, આપજે સદા સાથ,

તારો સાથ જ બનાવે હળવાફૂલ,

એ સથવારે અનુભવું દિલમાં એક હળવાશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance