STORYMIRROR

Nayana Viradiya

Romance

3  

Nayana Viradiya

Romance

પહેલી કવિતા

પહેલી કવિતા

1 min
176

એની એ પહેલી કવિતા એ હું વહી ગઈ,

લાગણીના પૂરમાં વહી એના પ્રેમ દરિયામાં તરી ગઈ,


ખબર ન રહી ને હું કિનારા મૂકી એનામાં ભળી ગઈ,

એની પહેલી કવિતામાં હું કેવી વહી ગઈ,


એની કલમે કંડારેલા શબ્દોમાં હું ભળી ગઈ,

ખુદને ભૂલી ને હું એની કવિતા એ જડી ગઈ,


એની પહેલી કવિતા માં હું કેવી વહી ગઈ,

વૈશાખી વાયરે પણ હું પ્રેમ વર્ષામાં પલળી ગઈ,


એની લાગણીના વહેણમાં હું એના સ્પંદને રહી ગઈ,

એની પહેલી કવિતામાં હું કેવી વહી ગઈ,


દુનિયાને ભૂલી હું એની ખોજમાં મંડી ગઈ,

એમ જ એની દુનિયા બની દિલમાં રહી ગઈ,


એની પહેલી કવિતામાં હું કેવી વહી ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance