STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

ચાલ ને

ચાલ ને

1 min
176

ચાલને આ છેલ્લા કોલને,

રૂબરૂ મળી પહેલો કોલ બનાવી દઈએ,


સંબંધોમાં પડેલી ગાંઠને ઉકેલી લઈએ,

મતભેદને તિરાડોમાં સમજણની સિમેન્ટ પૂરી લઈએ,


થોડું તું જતું કર, થોડું હું કરું,

આ કિંમતી સંબંધોને હૈયાની તિજોરીમાં

સલામત રાખી દઈએ,


ઘવાયેલા મારા હૈયા માટે તું મલમ બની જા,

અંધકાર ભરેલા તારા હૈયે હું ઉજાસ બની જાઉં,


ભૂલી એકબીજાની ભૂલો, ચાલ આપણે હસી લઈએ,

ફરી એ પ્રેમ જાગૃત કરી લઈએ,


હોય દિલમાં એ હોઠો પર લાવી દઈએ,

ચાલ પ્રેમભરી વાતો બેચાર કરી લઈએ,


હું સાંભળું તને, તું સાંભળ મને,

એકબીજાની ફરિયાદો રજૂ કરી, હૈયું હળવું કરી લઈએ,


ભૂલાવી દર્દ હસી લઈએ, એકમેકને સમજી લઈએ,

હસતા હસતા આમ જ ઉદાસ મનને મનાવી લઈએ,


ચાલના આ છેલ્લા કોલને પહેલી કોલ બનાવી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance