પ્રેમરોગ
પ્રેમરોગ


હવે કેટલું અંતર જાળવવું, આનાથી વધારે,
જ્યાં દિલમાંજ ઘર કરીને બેઠા છો તમે,
એટલા પણ યાદ 'કરોના' કે,
અંતર જાળવી ન શકીએ અમે,
છે આ પ્રેમરોગ, તો નિર્મૂળ તો નહીં થાય,
હા, દિલના કોઈ ખૂણામાં,
ક્વોરન્ટાઇન કરી શકશો તમે.
હશો તમેં 'નિપુર્ણ' બધી તકેદારીઓમાં છતાં,
સંક્રમીત કરી જશે, કરશો જો કોઈ ગફલત તમે.