જ્યારે પ્રેમ થાય છે !
જ્યારે પ્રેમ થાય છે !


ત્યારે વિરાન બની ગયેલી જિંદગીમાં જાણે,
સુગંધી મધમધતા ગુલાબની સોડમ ફેલાય છે,
ધખધખતા રણમાં જાણે,
ખળખળ વહેતુ ઝરણું દેખાય છે,
લહેરાતો પવન જાણે પ્રિયતમનો,
સદેશવાહક બની કાનમાં કંઈક કહી જાય છે,
સુમસાન પડેલી ગલીઓમાં જાણે,
એમનો પગરવ સંભળાય છે,
દર્પણમાં જોવ તો એમનો ચેહરો જાણે,
મારી આંખોમાં ખીલતો દેખાય છે.
ઢળતી સાંજ એમની યાદમાં,
વધારો કરતી જણાય છે,
એક એક ક્ષણ એના વગર જાણે,
વરસ જેવી લાંબી અંકાય છે,
આ પ્રેમનો એહસાસ છે,
જેને પ્રેમ થાય તેને જ સમજાય છે.